Birthday Wishes For Mom in Gujarati - મમ્મીને જન્મદિવસની શુભેચ્છાઓ

‘માં’ બસ એકનામ ને સાથે હોવાનો અહેસાસ કાફી છે, જે સઘળા જીવનના દુઃખને દુર કરવાને બસ કાફી છે.

મમ્મી, તમે મારી માતા છો તમે પણ સારા મિત્ર છો. તમને જન્મદિન મુબારક ..!

હાર્યો થાક્યો માનવી અંતે માઁને પોકારે, ઈશ્વર પણ આવે દોડી મદદે માઁ તણા પોકારે.

ભગવાનના મંદિરમાં માત્ર એક જ પ્રાર્થના, તેને હંમેશા ખુશ રાખો જેમણે મને જન્મ આપ્યો.

માઁ એક અરજ તારો સ્નેહ અવિરત સંગે સદા વરસે, બસ જીવનમાં ડગલે -પગલે તારા આશિષ માટે જીવન ના તરસે.

મને એક જવાબદાર વ્યક્તિ બનાવવા માટે ખુબ ખુબ આભાર happy birthday my mother

માઁ તું મારા માટે મેઘધનુષ છે મારા જીવનમાં, જે સદા સાથે રંગો હોઈ પણ દેખાય જ્યારે ભેજ વધવા લાગે જીવનમાં.

એ પ્રભુને મારી પ્રાર્થના છે તમારું આવનારું વર્ષ અને તમારું બાકીનું જીવન પ્રેમ અને આનંદથી ભરેલા રહો.

માઁ જીવનમાં ક્યાંક અટકું છું તો ક્યાંક ભટકું છું, પણ તારા આશિષ થકી સદા માર્ગ સરળ બનતા આગળ વધુ છુ.

ચંદ્રની કળાઓ જેમ વધતો – ઘટતો તારો ગુસ્સો માઁ, પણ સ્નેહ તારો અવિરત જાણે સૂર્યનો ઉગવાનો નિયમ તેમજ માઁ.

હું મારા ઉઠવાને કાજે મુકતો એલાર્મ માઁ, પણ તું શાને ઉઠી જતી અડધો કલાક વહેલા મુજ પહેલા માઁ.

મમ્મી તું વઢે ને હું રિસાવું, તારૂં મને વ્હાલથી હાથે થી જમાડવું, આજે પણ એજ હું જંખુ, ચાલને ફરી આજ એ પુનરાવર્તન કરવું.

માઁ ત્યાગ,સંયમ, સહનશીલતામાં તારા તોલે તો ના આવી શકું હું, પણ જ્યારે કોઈ કહે તારી પ્રતિકૃતિ હું છું ત્યારે સાતમા આસમાને પહોંચી જતી હું.

માઁ તારો ખોળો ખુંદી હું મોટી થઈ, પણ જ્યારે મારા ખોળાનું ખૂંદનાર આવ્યું બાળક ને માઁ થઈ, ત્યારે તારી દરેક રોક -ટોક ની સાચી કદર મને થઈ.

માઁ તારૂં વ્હાલ ચાંદાનાં તેજ જેવું લાગે શીતળ, જીવનમાં આવેલા અંધકારને પળવારમાં કરી દે તું ભૂતળ.